ટેઝી નામની એ છોકરીની ઉંમર હતી ફકત આઠ વરસ. ન્યૂયોર્કના એક પરગણામાં એ, એનો બે વરસનો ભાઈ એન્ડ્રયુ અને એનાં માતા-પિતા એમ ચાર જણ રહેતાં હતાં. ટેઝીને એન્ડ્ર્યુ ખૂબ જ વહાલો હતો. એમાંય જ્યારથી એ બરાબર ચાલતાં શીખી ગયો હતો ત્યારથી તો જાણે ટેઝીની દુનિયા જ બદલી ગઈ હતી. નિશાળેથી આવ્યા પછી છેક સૂવાની ઘડી સુધી એન્ડ્ર્યુ સાથે એની ધિંગામસ્તી ચાલતી જ હોય. નિશાળનું લેસન પણ એની મમ્મી પચાસ વખત માથાં ફોડે ત્યારે માંડ પૂરું થઈ શકતું. આખો દિવસ ભાઈ-બહેનની કિલકારીઓથી એમનું ઘર ગુંજતું રહેતું.
પરંતુ છેલ્લા કેટલાક દિવસથી આવા સરસ વાતાવરણને જાણે કે ગ્રહણ લાગી ગયું હતું. એન્ડ્ર્યુ માંદો પડી ગયો હતો. મા-બાપની વાત પરથી ટેઝીને એટલું સમજાયું હતું કે એન્ડ્ર્યુના મગજમાં કંઈક ગાંઠ કે એવી કોઈ ગરબડ ઊભી થઈ હતી. પણ એનાથી વિશેષ એ કંઈ પણ જાણતી નહોતી. ઘરના બદલાયેલા વાતાવરણે ટેઝીને પણ એની ઉંમર કરતાં વધારે ગંભીર બનાવી દીધી હતી.
એક બપોરે નિશાળેથી આવ્યા બાદ ટેઝી પોતાના રૂમમાં સૂતી હતી ત્યારે બાજુના રૂમમાંથી એની મમ્મીના રડવાનો અવાજ આવ્યો. અવાજ ન આવે તેવી રીતે ચૂપચાપ એ બારણાંની પાછળ મમ્મી શું કામ રડે છે તે જાણવા ઊભી હતી.
‘તો ? આપણે એન્ડ્ર્યુને સારો કરવા ઘર વેચી દેવું પડશે ? ખરેખર ?’ એની મમ્મી રડતાં રડતાં બોલી.
‘બીજો કોઈ છૂટકો જ નથી. અને તો પણ એને સાજો કરી શકાય એટલા પૈસા તો નથી જ ઊભા થઈ શકે તેમ.’ એના પપ્પાએ નિસાસો નાખ્યો.
‘તો હવે શું થશે ? આપણો એન્ડ્ર્યુ….’ એની મમ્મીનાં આંસુ અટકતાં જ નહોતાં. એ ત્રુટક ત્રુટક શબ્દોમાં માંડ માંડ બોલતી હતી.
‘બસ, હવે તો એને ફકત ચમત્કાર જ બચાવી શકે.’ એના પપ્પા બોલ્યા પછી માબાપ બંને આંસુ સારતાં બેસી રહ્યાં.
ગમે તે હોય, પરંતુ પેલી ચમત્કારવાળી વાત ટેઝીના મગજમાં બરાબર ફિટ બેસી ગઈ. એણે થોડીક વાર સુધી શું કરવું એનો વિચાર કર્યો પછી પોતાની નાની બચતનો ગલ્લો (પિગીબૅંક) બહાર કાઢ્યો. એમાં એકઠા કરેલ પૈસા એણે પોતાની પથારી પર ઠાલવીને ગણ્યા. બરાબર એક ડૉલર અને તેર સેંટ થયા. (આશરે અડતાળીસ રૂપિયા). બરાબર ગણીને કાળજીપૂર્વક આ રકમ એણે એક પ્લાસ્ટિકની કોથળીમાં ભરી. પછી એક હાથમાં કોથળી પકડી હળવેથી એ પાછળના બારણેથી નીકળી ગઈ.
ટેઝીના ઘરથી થોડેક દૂર એક મેડિકલ સ્ટોર હતો. એ ત્યાં પહોંચીને કાઉન્ટર પાસે ઊભી રહી. કાઉન્ટર પર હાજર ફાર્માસિસ્ટ એક અન્ય વ્યક્તિ સાથે વાત કરવામાં મશગૂલ હતો એટલે એણે ટેઝીના આવવા પ્રત્યે ધ્યાન ન આપ્યું. આમેય ટેઝીનું માથું માંડ કાઉન્ટર સુધી પહોંચતું હતું. ખાસ્સી વાર થવા છતાં દુકાનદારનું ધ્યાન ન ગયું. એટલે ટેઝીએ પોતાના હાથમાં રહેલી સિક્કાઓની કોથળીને કાઉન્ટરના કાચ પર થપથપાવી તથા એક વિચિત્ર અવાજવાળી ઉધરસ પણ ખાધી ! એની આવી હરકત દુકાનદારનું ધ્યાન ખેંચવામાં સફળ નીવડી. થોડીક ચીડ સાથે એણે કહ્યું : ‘અલી છોકરી, શું જોઈએ છે તારે ? શું કામ આવો ખખડાટ કરી રહી છો ? મારો ભાઈ ઘણા વખતે શિકાગોથી આવ્યો છે, એની સાથે મને બે ઘડી નિરાંતે વાત તો કરવા દે !’
‘હું પણ મારા ભાઈની વાત કરવા માગું છું. એ બે વરસનો છે અને ખૂબ જ માંદો છે. મારા પપ્પા કહે છે કે હવે તો એને ચમત્કાર જ બચાવી શકે તેમ છે. એટલે હું ચમત્કાર ખરીદવા આવી છું.’
‘ફરી વખત બોલ તો બેટા, શું કહ્યું તેં ?’ દુકાનદાર પર ટેઝીની વાતની કંઈક અસર થઈ હોય તેવું લાગ્યું.
‘મારા નાના ભાઈનું નામ એન્ડ્ર્યુ છે. એને મગજમાં કંઈક બીમારી થઈ છે. અમે એને સારો કરવા માટે ઘર પણ વેચી દેવાના છીએ. તેમ છતાં મારા પપ્પા કહે છે કે પૈસા ઘટશે અને એને ફકત ચમત્કાર જ બચાવી શકે તેમ છે. જુઓ, મારી પાસે મારી બચતના પૈસા છે, એમાંથી જો આવી શકે તો તમે મને ચમત્કાર વેચાતો આપો ને ! મને મારો ભાઈ એન્ડ્ર્યુ ખૂબ વહાલો છે. જો ચમત્કાર નહીં મળે તો….’ નાનકડી ટેઝીની આંખો ભરાઈ આવી. એના ગળે ડૂમો બાઝી ગયો. એનાથી થોડી વાર આગળ કંઈ પણ બોલી શકાયું નહીં.
દુકાનદાર ટેઝીની વાતથી વ્યથિત થઈ ગયો હોય તેવું સ્પષ્ટ દેખાઈ આવતું હતું. ટેઝી તરફ ઝૂકીને બને એટલી નરમાશથી એણે કહ્યું : ‘મને માફ કરજે બેટા ! પરંતુ આ દુકાનમાં અમે ચમત્કાર નથી રાખતા કે નથી વેચતા. સૉરી બેટા !’
‘જુઓ અંકલ ! મારી પાસે આ કોથળીમાં જે પૈસા છે તે ઓછા લાગતા હોય તો કહી દેજો. હું ઘરેથી મારી મમ્મી પાસેથી વધારે પૈસા લેતી આવીશ. ફક્ત મને એટલું તો કહો કે ચમત્કારની કિંમત કેટલી થાય ?’
અત્યાર સુધી ચૂપચાપ આ બધી વાત સાંભળી રહેલ દુકાનદારના ભાઈએ ટેઝીની નજીક આવી તેના માથે હાથ મૂકીને પૂછ્યું : ‘દીકરી, ચમત્કારો તો ઘણા પ્રકારના મળે છે. મને ફકત એટલું કહે કે તારા ભાઈને કેવા ચમત્કારની જરૂર છે ?’
અત્યંત લાગણીથી એ માણસે પૂછ્યું એટલે ટેઝીની આંખો ફરીથી ભરાઈ આવી. થોડી વાર રહીને એ બોલી, ‘એ તો મને ખબર નથી અંકલ ! પણ એને કોઈક ઑપરેશનની પણ જરૂર છે. એના મગજમાં કંઈક તકલીફ થઈ છે. પણ અમારી પાસે પૂરતા પૈસા નથી. બસ, મને એનાથી વધારે કંઈ પણ ખબર નથી. પરંતુ મારા પપ્પા કહેતા હતા કે એને ફકત ચમત્કાર જ બચાવી શકશે. એટલે મારી પિગીબૅંકમાં મેં જે પૈસા ભેગા કર્યા હતા, એમાંથી હું ચમત્કાર ખરીદવા આવી છું !’
પેલા અજાણ્યા માણસે બે ક્ષણ પૂરતો વિચાર કર્યો. પછી એણે ટેઝીને કહ્યું : ‘હમ્….મ્…મ્… ! તો એમ વાત છે ? અચ્છા દીકરી, તું અત્યારે કેટલા પૈસા લાવી છો ?’
‘એક ડૉલર અને તેર સેંટ’ ટેઝીએ જવાબ આપ્યો.
‘એક ડૉલર અને તેર સેંટ ?! શું વાત છે !’ પેલા માણસે જાણે કે એ ખુશીથી ઊછળી પડ્યો હોય તેમ કહ્યું. ‘અરે બેટા ! આ તો એકદમ બરાબર રકમ છે. નાના ભાઈઓ માટેના ચમત્કારની કિંમત એક ડૉલર અને તેર સેંટ જ થાય છે. કેવો યોગાનુયોગ ! હું એ પૈસા તારી પાસેથી લઈને તને એ ચમત્કાર જરૂર આપી શકીશ. પણ એ પહેલાં ચાલ, તું મને તારાં મમ્મી-પપ્પા પાસે લઈ જા !’
પેલા માણસે ટેઝીનો હાથ પકડ્યો. ટેઝી એને પોતાના ઘરે લઈ ગઈ. એ માણસે ટેઝીનાં મા-બાપ સાથે બધી વાતો કરી. બીજા જ અઠવાડિયે એક પણ પૈસાના ખર્ચ વિના એન્ડ્ર્યુનું ઓપરેશન શિકાગોની ખ્યાતનામ હોસ્પિટલમાં થઈ ગયું. એ માટે ટેઝીનાં મમ્મી-પપ્પાને ઘર પણ વેચવું ન પડ્યું. ચમત્કાર વેચનાર એ માણસ હતો ડૉકટર કાલર્ટન આર્મસ્ટ્રોંગ – જાણીતો ન્યુરોસર્જન. ટેઝીની વાતે એને એવી તો અસર કરી હતી કે ખરેખર એણે એક ડૉલર અને તેર સેંટમાં ચમત્કાર કરી દીધો !
બીજા અઠવાડિયે એન્ડ્ર્યુ ઘરે આવી ગયો. સાવ સાજોસારો. એ દિવસે રાતના ભોજન વેળા બધાં બેઠા હતાં ત્યારે પોતાના હાથે જ ચમચી વડે સૂપ પીતાં એન્ડ્ર્યુને જોઈને એની મમ્મીની આંખમાંથી આંસુ ટપકી પડ્યાં. એ એટલું જ બોલી શકી, ‘ખરેખર, એન્ડ્ર્યુને ચમત્કારે જ બચાવ્યો છે. નહીંતર ખબર નહીં, એની કેટલી કિંમત ચૂકવવી પડત ?’
‘એક ડૉલર અને તેર સેંટ !’ બાજુમાં બેઠેલી ટેઝી બોલી ઊઠી, ‘નાના ભાઈ માટેના ચમત્કારની કિંમત થાય એક ડૉલર અને તેર સેંટ ! તમને એની ક્યાંથી ખબર હોય ?!’
‘અને પોતાના નાના ભાઈને બચાવવા માટેનો બહેનનો પ્રેમ અને અવિચળ શ્રદ્ધા પણ જોઈએ ને !’ ટેઝીના માથે હાથ ફેરવીને એના પપ્પા બોલ્યા. આવી વાતોના અર્થથી અજાણ ટેઝી અને એન્ડ્ર્યુ પહેલાંની માફક જ એકબીજાં સામે જોઈને ખડખડાટ હસતાં હતાં.
Wednesday, April 22, 2009

પ્રિય પપ્પા, હવે તો તમારા વગર,
મનને ગમતું નથી ગામ ફળિયું કે ઘર.
આ નદી જેમ હું પણ બહુ એકલી,
શી ખબર કે હું તમને ગમું કેટલી!
આપ આવો તો પળ બે રહે છે અસર,
જાઓ તો લાગે છો કે ગયા ઉમ્રભર.
મનને ગમતું નથી ગામ ફળિયું કે ઘર…
યાદ તમને હું કરતી રહું જેટલી,
સાંજ લંબાતી રહે છે અહીં એટલી.
વ્હાલ તમને ય જો હો અમારા ઉપર,
અમને પણ લઇને ચાલો તમારે નગર.
મનને ગમતું નથી ગામ ફળિયું કે ઘર…
ભારતના તાલીબાનોએ હદ વટાવી…
ટીવીમાં જે રીયાલીટી શો બતાવવામાં આવે છે એમાં રજુ થતાં દ્રિઅર્થી અર્થ તથા કપડાની અછતવાળા દ્રશ્યોનો વિરોધ કેમ નથી થતો. ફિલ્મને હીટ કરવા માટે જે ગરમાગરમ દ્રશ્યો કે ગીત ભભરાવવામાં આવે છે એનો વિરોધ કેમ કોઇ કરતું નથી. વિરોધ કરવાનો છે ત્યાં નથી કરાતો…
વેલેન્ટાઇનના દિવસે જાણે કે બજરંગ દળ અને શિવસેના ઉંઘમાંથી ઉઠી છે. વરસના વચલા દિવસે તેમના દિલમાં જાણે કે રામ વસી આવ્યા અને નીકળી પડ્યા છે સમાજ સુધારવા. વેલેન્ટાઇન દિવસે તેમણે આચરેલ જુલમ જોતાં કોઇ સંગઠનના કાર્યકરો કહેવા એના કરતાં તો ગુંડા કહેવા વધુ ઉચીત ગણાશે.
આખા વરસ દરમિયાન જાહેર સ્થળોએ યુવા હૈયાઓ એકબીજા સાથે સરળતાથી મળતા હતા એવા યુવાઓને આજે એકબીજા સાથે ફરતા પણ અટકાવવામાં આવ્યા. આનાથી પણ વધુ જાણે કે સમાજ સુધારવાનો ઝંડો તેમના હાથમાં આવ્યો હોય કાર્યકરોના વેશમાં રહેલા ગુડાઓએ યુવતીઓ અને યુવાનો સાથે શરમનાક વ્યવહાર કર્યા.
કોઇના મોં કાળા કરાયા તો કોઇને ગડદાપાટુંનો માર માર્યો. જાહેરમાં યુવતીઓ સાથે અભદ્ર વ્યવહાર કરનારા આ લોકો કયા ભદ્ર સમાજની વાતો કરવા નીકળ્યા છે? આવા શખ્સો તાલિબાનો કરતાં કંઇ ઓછા નથી. પરંતુ આમાં આ લોકો જેટલા જવાબદાર છે એટલી જ આપણી સુરક્ષા એજન્સીઓ, આમ જનતા પણ જવાબદાર છે.
આપણે શું ? જનતાના આવા વલણને લીધે જ આવા લોકોને છુટ મળે છે. પાકિસ્તાની રાષ્ટ્રપતિ આસીફ અલી ઝરદારીએ આજે જે સ્વીકાર કર્યો કે અમે તાલિબાનને ઓળખવામાં થાપ ખાઇ ગયા છીએ. તાલીબાને પાકિસ્તાનને ચોમેરથી સંકજામાં લીધું છે. કદાચ આપણા ત્યાં પણ આવું ના થાય કે કહેવાતા આ સંગઠનો દેશને અંદરથી સંકજામાં લઇ લે અને આપણે સૌ જોતા રહીએ.
સમાજમાંથી ચોક્કસપણે દુષણો દુર થવા જ જોઇએ, પરંતુ એ વિચાર કર્યો છે કે શરૂઆત ક્યાંથી થાય છે એ જાણવાનો કોઇ પ્રયાસ કરતું નથી. ટીવી સિરીયલો તથા રીયાલીટી શોમાં રજુ થતાં દ્રિઅર્થી અર્થ તથા કપડાની અછતવાળા દ્રશ્યોનો કોઇ વિરોધ કેમ કરતું નથી. ફિલ્મને હીટ કરવા માટે જે ગરમાગરમ દ્રશ્યો કે ગીત ભભરાવવામાં આવે છે એનો વિરોધ કેમ કોઇ કરતું નથી. જ્યાં વિરોધ કરવાનો છે ત્યાં કોઇ આગળ આવતું નથી? સંસ્કૃતિની રક્ષાના નામે જાહેરમાં સંસ્કૃતિનું હનન કરવામાં આવે છે. ક્યારે જાગશે આમ આદમી…ક્યારે આવશે સાચી સમજણ….
એકસ્ટ્રા સ્ટ્રોક
ભારતીય સંસ્કૃતિના નામે પ્રેમીઓ સાથે અભદ્ર વ્યવહાર કરી કેટલાક લોકોએ જાહેરમાં સંસ્કૃતિનું હનન કર્યું. યુવક યુવતીઓને ઉઠબેઠક કરાવવામાં આવી, યુવક-યુવતીઓના મોં કાળા કરવામાં આવ્યા. ગુંડાઓને તો યુવતીઓનું જાહેરમાં હનન કર્યું પરંતુ ટીવી ચેનલોએ પણ યુવતીઓના ચહેરા બતાવી યુવતીઓને જાહેરમાં બેઆબરૂ કરી.

પહેલી નજરને લગ્નમાં ના ફેરવશો....!!!!
જીવનસાથી વિશે જ્યારે વાત કરીએ ત્યારે દરેકના માનસપટ પર એક છબી આવે છે કે તેને કેવા જીવનસાથીની શોધ છે. જીવનસાથીની પસંદગી માટે સૌને પોત પોતાની એક અલગ જ સપનાની દુનિયા હોય છે. પરંતુ આ માત્ર સપના પુરતુ જ નથી આ એક હકીકત છે અને તેને હકીકતની રીતે જ લેવું જોઈએ. કેમકે ઘણી વખત ઈચ્છા મુજબનો જીવનસાથી ન મળવા પર બધા જ સપના પર પાણી ફરી વળે છે.
લગ્ન એક એવો નિર્ણય છે જેની પર આપણી આખી જીંદગી ટકેલી છે. તે આપણી આખી જીંદગીને પ્રભાવિત કરે છે માટે હંમેશા એવો પાર્ટનર શોધો જે તમને હંમેશા ખુશ રાખે. જો તમે એવું વિચારતાં હોય કે લગ્ન બાદ પાર્ટનરનો વ્યવહાર બદલાઈ જશે તો એવું કદાપિ નથી થતું. પહેલી નજરે જોયેલા પ્રેમને ક્યારેય પણ લગ્ન પરિણયમાં ન બાંધશો. કેમકે ઘણી વખત લગ્નજીવન બાદ ખબર પડે છે કે તેમણે ઘણી ઉતાવળ કરી દિધી અને ખોટો નિર્ણય લેવાઈ ગયો છે.
લગ્ન હંમેશા તેવા વ્યક્તિ સાથે કરવા જોઈએ જે પોતાની જવાબદારીઓને સારી રીતે સમજતો હોય. પહેલા નજરનું આકર્ષણ ક્યારેય પણ વધારે સમય સુધી ટકતું નથી. બધાની અલગ અલગ ભાવનાઓ હોય છે આ વાતને યાદ રાખવી. જ્યાં છોકરી એવું ઈચ્છે છે કે તેના પાર્ટનરની નજરમાં તે બધા કરતાં સ્પેશ્યિલ હોય ત્યાં છોકરાની વિચારસરણી એકદમ અલગ જ હોય છે. એટલા માટે લગ્ન પહેલાં પોતાના વિચારોની આપ લે કરવી જરૂરી છે. કેમકે ઘણી વખત એવું પણ બનતું હોય છે કે બંનેની વિચારસરણી એકબીજા કરતાં તદ્દન અલગ જ હોય છે અને ત્યાં પછી સર્જાય છે મહાભારત.
એક વાતનું હંમેશા ધ્યાન રાખવું કે કોઈ પણ સંબંધને જાળવી રાખવા માટે વિશ્વાસ અને વફાદારી ખુબ જ મહત્વની છે. એક કહાવત છે કે ‘પ્રેમ કરવો સરળ છે પરંતુ નિભાવવો મુશ્કેલ′ બસ તે જ રીતે સંબંધ બનાવવો સહેલો છે પણ તેને જાળવી રાખવો મુશ્કેલ′. જો તમારા બંનેની વચ્ચે કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય તો એકબીજાની સાથે ખુલ્લા મને ચર્ચા કરીને તેનું સમાધાન શોધવું. પરંતુ હા વાતચીત દરમિયાન એવા શબ્દોનો ક્યારેય પણ પ્રયોગ ન કરવો જેથી કરીને તમારા પાર્ટનરનું દિલ દુ:ખે.
એક વાતનું હંમેશા ધ્યાન રાખો કે તમારા વચ્ચેના ઝઘડાને અન્ય લોકો સુધી ન પહોચવા દેશો કેમકે બધાના મત અલગ અલગ હોય છે. ઘણી વખત એવું પણ બનતું હોય છે કે મિત્રો, પેરેંટ્સ અને સગાસંબંધીઓને લીધે પણ સંબંધમાં ખેંચમતાણ અનુભવાય છે. તો તમારા સંબંધોમાં કોઈને પણ ડોકિયા કરવા દેશો નહિ.
યોગ્ય જીવનસાથીની શોધ દરેકને હોય છે પરંતુ નાનું સરખું એક ખોટુ પગલું પણ તમારી જીંદગીને છીન્ન ભિન્ન કરી નાંખશે એટલા માટે ખુબ જ સમજી વિચારીને લગ્ન કરવા જેથી કરીને લગ્નજીવન બાદ તમારી જીંદગી હંમેશા ખુશીઓથી ભરેલી રહે ના કે દુ:ખોથી.

Monday, April 6, 2009
મા તે મા !
ઘરમાં લગભગ સતત ચાલ્યા કરતા માંદગીના ચક્કરથી કંટાળી હું એક જ્યોતિષ મિત્રની ઑફિસમાં જાઉં છું. પ્રતીક્ષા ખંડમાં હું મારો વારો આવવાની પ્રતીક્ષા કરતી બેઠી હોઉં છું, ત્યાં જ બારણું ખૂલે છે. અંદરથી એક પંદર-સોળ વર્ષની છોકરી બહાર આવે છે, બલ્કે એને બહાર લાવવામાં આવે છે, એ જરાતરા ડગ ભરે છે. બાકી તો એને એની માતા અને અન્ય સંબંધી ઝાઝી-ઝાલીને દસ-પંદર ડગલાં ભરાવે છે. છોકરીને ખુરશી ઉપર બેસાડવામાં આવે છે. એનું માથું, ખભો બધું નીચે ઢળ્યાં કરે છે. મહાપરાણે એ એનું માથું સહેજ ઊંચકી બધાંને જોઈ શકે છે. એની માતા સતત એને ખભેથી ઝાલી રાખે છે.
માતાની ઉંમર પણ ઝાઝી નથી. એ આશ્ચર્યકારક રીતે હસમુખી અને આનંદી છે ! છોકરીને કારની ચાવી પકડવા માટે કહે છે. છોકરી જેમતેમ એક વેંત જેટલો હાથ લંબાવી ચાવી પકડે છે. માતા ખુશખુશાલ થઈ જાય છે. ‘ચાવી તારી છે ? કાર તારી છે ?’ જેવાં પ્રશ્નો માતા પાંચ-સાત વાર પૂછે ત્યારે છોકરીના મગજ સુધી પહોંચે છે. જો છોકરી સાચો જવાબ આપે તો માતા રાજી થઈ જાય છે. કદીક છોકરી માથું હલાવી હા કે ના કહે છે. કદીક તે તેની માતા જ સમજી શકે તેવા ધીમા અવાજે બોલે છે. ‘ભાઈ ક્યાં છે ? ભાઈ શું ભણે છે ? ભાઈ મોટો કે તું ? તું કેટલું ભણી છે ?’ ડોકું ઢળી જતું જતું, મોઢું લાળ ટપકતું ટપકતું, ‘હા-ના’માં કે હોઠના ફફડાટથી ઉત્તર આપ્યા કરે છે. માતા કહે છે, ‘થોડા મહિનાથી જ એને આવું છે. એ તો એસ.એસ.સી. પાસ થઈ તે પછી કદીક કદીક ચક્કર આવતા પડી જતી. છેલ્લે એને ખેંચ આવી પછી આવી થઈ ગઈ ! અમે મુંબઈમાં રહીએ છીએ. ડૉક્ટરો કહે છે : મગજ ડૅમેજ થાય છે.’
મારા હૃદયમાં ચિરાડો પડી જાય છે. એસ.એસ.સી. સુધી ભણેલી, હસતી-રમતી ખીલતી કળી જેવી છોકરી અચાનક એક-બે વર્ષની બાળકી જેવી થઈ જાય ! અને હૃદય ઉપર પથ્થર મૂકી સતત હસતી આ માતા એની બાળકીને જાણે ફરી નવેસરથી ઉછેરી રહી છે. એને મન એ ફરી નાની, સાવ નાની બાળકી છે. ફક્ત એનું શારીરિક કદ જ મોટું છે. થોડી મિનિટો પછી માતા-પિતા-છોકરી ધીમે ધીમે દાદર ઊતરતા ચાલ્યા જાય છે. અહીં એમને આશાનું કોઈ કિરણ લાધ્યું કે કેમ ખબર નહીં, પણ મને થયું કે કેબિનમાં ગયા વિના જ હું પાછી ફરી જાઉં. હું અહીં શા માટે આવી ? મારા રાઈ જેવડાં દુ:ખના ઈલાજ માટે ?
બીજાનું મોટું દુ:ખ જોઈએ ત્યારે આપણને આપણું દુ:ખ હળવું લાગે છે, એ વાત મેં વારંવાર સાંભળી છે. માતૃત્વ અને દુ:ખ એ બંને સ્થિતિ ધીરજ, સહનશક્તિ, ઉદારતા, વિશાળતા, સમર્પણ માગે છે. માતા ધરતી જેવી છે. એ બળબળતા તાપમાં બળી શકે છે. બર્ફીલી ઠંડીમાં થીજી શકે છે. વરસાદમાં ઓગળી શકે છે. એને વહાલના ઝીણાં-ઝીણાં ફણગા ફૂટે છે. એ વૃક્ષ બની બધું આપ્યા કરે છે. ન અપાય ત્યારે કુહાડીથી પોતાની જ શાખાઓ કાપ્યા કરે છે. બાળક માતાની મોટી નબળાઈ છે. બાળક સમક્ષ એ સૌથી શક્તિવાન અને સૌથી લાચાર છે. બાળક માટે એ પર્વત જેવી કઠણ અને રૂ જેવી પોચી બની શકે છે. બાળકને એ કદીક વઢે છે, મારે છે ત્યારેય એના ક્રોધની પાછળ પ્રેમ રહેલો છે. ઘણીવાર એ પોતાના બાળક માટે આળી થઈ જાય છે. બાળકની નાની નિષ્ફળતા અણઆવડત એ ખમી શકતી નથી. ત્યારે કોઈ અપંગ, વિકલાંગ મંદ બુદ્ધિના બાળકની માતા તેના બાળકના જતન-સંવર્ધન પાછળ આટલી બધી અખૂટ ધીરજ, સહનશીલતા, કઈ રીતે એકત્રિત કરીને ટકાવી રાખતી હશે એવો પ્રશ્ન થાય.
માતૃત્વની પ્રાપ્તિ પીડા વિના, અસહ્ય દુ:ખ વિના શક્ય નથી. પીડાની વેણની ચરમ સીમાએ જ માતૃત્વની પ્રાપ્તિ છે. માતા બન્યા પછી સ્ત્રી પૂર્ણત્વ પામતી હોવાનું અમથું કહ્યું ન હોય. એમાં માત્ર સ્થૂળ શારીરિક માતૃત્વની વાત નથી. એવું માતૃત્વ મેળવ્યા વિના પણ સ્ત્રીનું હૃદય માતૃત્વ અનુભવી શકે. માતૃત્વ પામ્યા પછી સ્ત્રી બાળકના દુ:ખે દુ:ખી રહે છે. બાળક મોટું થાય, એનાથી અલગ હોય તે છતાંય તે એના દુ:ખે દુ:ખી થતી રહે છે. બલકે તેની પીડા જ તેને માતૃત્વની સજલ અનુભૂતિ કરાવતી રહે છે. તેમાંય બાળક જો વિકલાંગ હોય તો માતા આજન્મ તેને છાંયડો આપતી ઊભી રહે છે. વિકલાંગ બાળકની માતાનું આખું અસ્તિત્વ જ બદલાઈ જાય છે.
અમારી એક સંબંધી સ્ત્રી, યુવાન, આધુનિક મહાનગરમાં રહે. પ્રેમલગ્ન કરેલાં બે દીકરા. મોટો નૉર્મલ અને નાનો મંદ બુદ્ધિનો. જે આજે ચાર વર્ષનો થયો. ચાલે-દોડે છે, પણ બીજો ઝાઝો વિકાસ નહિ. નાનાના જન્મ પછી સ્ત્રીના જીવનનું કેન્દ્રબિંદુ જ બદલાઈ ગયું. ઘરમાં બધા પ્રકારે સુખ-સમૃદ્ધિ. સ્ત્રી બાળકને લઈ કિલનિકોમાં જાય. કસરતો કરાવે. એને સાવ નજીવી વાત શીખવાડવા થાક્યા વિના મથ્યા કરે. રાત-દિવસ નેપી બદલે. લાળવાળું મોં લૂછે. અમે બે દિવસ એને ત્યાં રહ્યા. રાતે મારો દીકરો શરદી-ઉધરસને કારણે ખૂબ રડવા લાગ્યો. આખું ઘર ઊંઘે, પણ પેલી સ્ત્રી ? જે અત્યાર સુધી મને અતડી, અતિ આધુનિક લાગતી તે – વારંવાર આવી ખબર જોઈ જાય. દવા પીવડાવી જાય. પછી કહે : ‘હું આમ તો રાતે જાગતી જ હોઉં. નાનો આવ્યો પછી મને આવું થઈ ગયું છે. આ મોટા બિલ્ડિંગમાં કોઈનુંયે બચ્ચું મધરાતે રડે તો હું વૉચમૅનને પૂછું છું કે કોણ રડે છે ? કેમ રડે છે ? કોઈપણ બાળકના રડવાથી મને કંઈ કંઈ થઈ જાય છે !’ વૈયક્તિક માતૃત્વ એને વૈશ્વિક માતૃત્વ તરફ લઈ જાય છે.
એક દિવસ એક નાની બાળકી રમતી-રમતી અમારે ઘેર આવી ચઢી. હું જાણું કે એને મા નથી. એ માસીને ઘેર ઊછરે. ખૂબ તંદુરસ્ત, પરાણે વહાલી લાગે એવું મીઠું બોલબોલ કર્યા કરે. તમે એને લપ ગણી ઘરે વિદાય કરવા ચાહો તોય કરી ન શકો. થોડીવાર રમી એ મારી પાસે હીંચકે બેઠી. મેં એને પૂછ્યું : ‘તારી મમ્મીનું નામ શું ?’ એણે એની માસીનું નામ કહ્યું, ‘તારા ગામમાં કોણ રહે છે ?’, ‘મારા પપ્પા. મારા નાના ભાઈને મારા કાકી રાખે. મારી મમ્મી તો મરી ગઈ !’ – માના મરી જવાની વાત એણે એટલી સહજતાથી કહી કે એની અબુધતા પર મારી આંખ ભરાઈ ગઈ. અરે ! આટલી નાની છોકરીની મા નથી ? મા નથી – એ શબ્દો જ કેટલા ભયંકર છે. પરંતુ એ નાનકીને તો એની કંઈ જ અનુભૂતિ નથી જણાતી. એ તો હસતી-કૂદતી-રમતી રહે છે. જ્યાં જાય ત્યાં આનંદ મેળવે છે અને આપે છે. ઈશ્વરે મા ન હોવાની ખાલી જગ્યામાં આનંદનું ઝરણું મૂકી દીધું છે. મારા પુત્ર વેદાંગને મને ચૂમી ભરતા જોઈને એ કહે છે : ‘મને પણ કરો ને !’ હું એના માથે હાથ ફેરવું છું. આ બાળકી કોઈ પણ સ્ત્રીને એના માતૃત્વનાં મૂળ યાદ કરાવી શકતી હતી.
ઘરમાં હું સૌથી નાની, તેથી મને કોઈ બાળક રમાડવા ન મળેલું. અઢારેક વર્ષની હતી ત્યારે ભત્રીજો અદ્વૈત જન્મ્યો. એને જોઈ મને અદ્દભુત આનંદ થતો, વિસ્મય થતું. બે મહિનાનો હતો ત્યારે એકવાર એની માતા એને મારા ખોળામાં સુવાડી કોઈ કામ માટે ગઈ. મારા ખોળામાં કોઈ નવજાત શિશુ, લોહીની સગાઈ ધરાવતું, આંખ મીંચીને પ્રથમવાર એકલું સૂતું હતું. હું કલાક સુધી એમ જ બેસી રહી. ઝાઝું હાલી-ચાલી પણ નહિ. રખેને એ જાગી જાય ને રડે તો ? થોડી વારે એની માતા પાછી આવી. હજી શિશુને આમ જ ખોળામાં સુવાડેલું જોઈ આશ્ચર્યપામી બોલી : ‘નીચે સુવાડી દેવો તો ને ? નહિ જાગતે.’ મારાં પગેય ખાલી ચઢી ગઈ હતી પણ એ એક કલાક હું નવજાત બાળક સાથે પ્રથમવાર એકલી હતી. મારા હૃદયમાં મુગ્ધ માતૃત્વની પ્રથમ સરવાણી ફૂટી હતી ને હું એમાં તરબતર થતી બેસી જ રહી હતી.
માતૃત્વની કોમળતા હવે તો બાળકોને વઢવા કે કદીક મારી બેસવાની કઠોરતા સુધી ચાલી ગઈ છે. બાળક્ને કદી મારવા ન જોઈએ, એને ગમતું કામ કરવા દેવું જોઈએ વગેરે જોશભેર ચાલતી ચર્ચામાં હુંય કદીક ઝંપલાવું છું. પણ, વાસ્તવમાં કદીક એનાથી વિપરીત આચરણ મારાથી થઈ જાય છે. કલાકો ટી.વી. જોતાં, ન ભણતા બાળક પ્રત્યે મને પારાવાર ગુસ્સો આવે છે. એ ચિત્રકળાને નામે આખા ઘરમાં કલર, પેન્સિલ વેરવિખેર કરે, કાતર વડે કાગળની ડિઝાઈનો બનાવી અસંખ્ય કાપલીઓ અસંખ્યવાર ચારે તરફે વેરે ત્યારે હું મારી સ્વભાવગત બધી જ ધીરજ ગુમાવી જોરથી ઘાંટા પાડી વઢું છું. બે હળવી થપ્પડ મારી દઉં છું. બાળક એની લાંબી પાતળી-સુંદર આંગળીથી જે કાતર વડે ડિઝાઈન કાપે છે એ જ કાતર વડે ‘તારી આંગળી કાપી નાંખીશ’ જેવા હિંસક શબ્દોય બોલી ઊઠું છું ! ત્યારે અચાનક મને પેલી છોકરીની હસમુખી માતા, રાતભર જાગ્યા કરતી પેલી સ્ત્રી, પેલી નમાઈ છોકરીની પ્રેમાળ માસી યાદ આવે છે. એ સાથે જ હું મનમાં ક્ષોભ અનુભવું છું. ત્યારે તેમની પહાડ જેવી ધીરજ-સહનશીલતા ઉપરથી મારું રાઈ જેવડું દુ:ખ દડદડ દડી જાય છે !

Subscribe to:
Posts (Atom)